૨૯મી સપ્ટેમ્બરે વિરપુર જલારામ ધામ ખાતે રઘુવંશી સમાજનું મહાસમ્મેલન. જામનગરના જીતુ લાલ અખિલ ગુજરાત લોહાણા સમાજ અધ્યક્ષપદ સંભાળશે.
દેશમા રઘુવંશી સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતા ગુજરાત રાજયની લોહાણા સમાજની સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા અધ્યક્ષ તરીકે જામનગરના યુવા ઉદ્યોગપતિ જીતેન્દ્ર હરીદાસ લાલ (જીતુ લાલ) નો પદગ્રહણ સમારોહ તા.૨૯-૯-૨૦૨૪(રવિવાર) ના રોજ બપોરે ૩-૩૦ કલાકે
‘જલારામ ધામ’ વિરપુર મુકામે યોજાશે. આ અવસરને
ગરિમાપૂર્ણ બનાવવા માટે સંતશિરોમણી પ.પૂ.જલારામબાપાની પાવક કર્મભૂમિ એવા વિશ્વ વિખ્યાત યાત્રાધામ વિરપુરમાં પદગ્રહણ સમારોહના અવસરે ગુજરાતભરના લોહાણા સમાજનું
મહાસંમેલન પણ આયોજીત કરવામાં આવેલ છે. રઘુવંશી સમાજના મહાસંમેલનમાં ઉપસ્થિત રહી જ્ઞાતિ સંગઠનના કાર્યમાં સહભાગી બનવા સમસ્ત રઘુવંશી સમાજ સાથે ઓખા મહાજન પ્રમુખ શ્રી મોહનભાઇ બારાઈ દ્વારા રઘુવંશીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.