૧૩ મો ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડ યોજાયો
મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા બાર વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત તેરમા વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં “ઉષા પર્વ” નું આયોજન તા.૦૬ માર્ચ ૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ઉષા પર્વ -૧૩ ઉદગમ વુમન્સ એચિવર એવૉર્ડથી બિઝનેસ, સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, કલા, ફેશન વગેરે જેવાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર 30 મહિલાઓ અને ૧ પુરૂષનું બહુમાન કરવામાં આવ્યુ છે.

૧૩ મા ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડપ્રસંગે ટ્રસ્ટે ઉષા પર્વનું આયોજન કર્યું હતું. જેનો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બજાવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું. વિજેતાઓને તેમના વિઝન, હિંમત, કરૂણા, સફળતા અને ઉદારતાના ગુણો દાખવવા બદલ તથા તેમણે અન્ય મહિલાઓને સહાય કરવામાં જે રીતે સફળતા હાંસલ કરી તે બદલ બહુમાન કરાયું હતું. સમારંભના મુખ્ય મહેમાનપદે ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને અતિથિ વિશેષ તરીકે શ્રમ
અને રોજગાર પ્રધાન- બ્રિજેશ મેરઝા, યુવા બીજેપીના રાજ્ય પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, ગુજરાતના બ્રિટીશ હાઈકમિશનના ડેપ્યુટી કમિશ્નર- પીટર કૂક, ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફે. હિમાંશુ પંડયા, પ્રસિધ્ધ રિયલ એસ્ટેટ ડેવલપર- એન કે પટેલ, હાર્ટ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન- ડો. નિતીશ શાહ અને પીસી સ્નેહલ ગ્રુપના ચિરંજીવ પટેલ સાથે ઉદગમના ટ્રસ્ટી એડવોકેટે હિતેશ્વરી જૉષી ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્દગમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયૂર જોષી એ ઉદગમ ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો ચિતાર આપતા જણાવ્યું કે ભારતીય પરંપરામાં મહિલાઓનું સન્માન કરવાની પ્રણાલીને વિશિષ્ઠ રીતે આગળ ધપાવવા માટે “ઉદ્દગમ વિમેન્સ એચિવર્સ એવોર્ડ એ મહિલાઓના જે તે ક્ષેત્રમાં અથાગ પ્રયાસો તથા વિશિષ્ઠ યોગદાન બદલ બહુમાન કરવાનો ઉદગમનો નમ્ર પ્રયાસ છે. “
એવોર્ડ સમારોહના મુખ્ય મેહમાન કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. “મહિલાઓ તમામ ક્ષેત્રોમાં અદ્વિતીય યોગદાન આપી રહી છે. આપણે વિચારી પણ ના શકીએ એવા વ્યવસાયો, અવકાશ, સમાજસેવા, કળા, સંસ્કૃતિ, વિજ્ઞાન, કાયદો અથવા અન્યક્ષેત્રોમાં ભારતમાં મહિલાઓ માટે હવે પહેલા કરતાં વધુ તકો છે અને મહિલાઓ તેનો મહત્તમ ઉપયોગ કરી રહી છે. હું ઉદગમ વિમેન્સ એચિવર એવોર્ડના તમામ એવોર્ડીઓને અભિનંદન આપું છું. મહિલા સિદ્ધિઓનું સન્માન કરવા બદલ હું ટીમ ઉદગમ ટ્રસ્ટની પણ પ્રશંસા કરતાં અભિનંદન પાઢવું છું. મને વિશ્વાસ છે કે પુરસ્કારો માત્ર વિજેતાઓ માટે યોગ્ય માન્યતા જ નહીં પરંતુ વધુ મહિલા સિદ્ધિઓ માટે પ્રેરણારૂપ બનશે.”
સમગ્ર ભારતમાંથી આવેલ નોમીનેશનમાંથી જ્યુરી દ્વારા પસંદગી પામેલા એવોર્ડી, સમાજ સેવા બદલ યોગા કોચ પારુલ મેહતા, સ્વરૂપા ફાઉન્ડેશનના સ્થાપક- રૂપા શાહ, ઉદ્યોગસાહસિક અને સખાવતી કાર્યો કરતા- શ્રધ્ધા સોપારકર, પ્રયોશા મહિલા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક- લક્ષ્મી જોષી, અનાજ બેંકના સ્થાપક ડો. અમિતા સિંઘને સમાજ સેવા બદલ, કલા અને સંસ્કૃતિ ક્ષેત્રેમાં કલાકાર અને વિન્ની આર્ટ વર્લ્ડના સ્થાપક- વિનીતા રૂપારેલ, આર્ટીસ્ટ ભારતીબેન પોપટ આર્ટીસ્ટ અને કોરિયોગ્રાફર- હેમા ભટ્ટ, ફેશન અને લાઈફ સ્ટાઈલ ક્ષેત્રે ફેશન બ્લોગર- અભિનિષા ઝૂબીન આશરા, ફેશન ડિઝાઈનર- કેની સંજય શાહ, હાઉસ ઓફ મેરીગોલ્ડના સ્થાપક- શિલ્પા ચોકસી, પત્રકાર અને લેખિકા- કશ્યપી મહાને પત્રકારત્વ ક્ષેત્રે, ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે દિશા કન્સલ્ટન્સના સ્થાપક- કવિતા પરીખ અને બિઝનસ વુમન- ચંચલ સોની, લેખિકા, કવિયત્રી અને શિક્ષણવિદ્દ- શ્રધ્ધા રામાણી અને લેખિકા અને કટાર લેખક- સોનલ ગોસલિયાને સાહિત્ય ક્ષેત્રે, લૉ ફર્મ રાવલ એન્ડ ત્રિવેદી એસોસિએટસના- નમ્રતા ત્રિવેદીને કોર્પોરેટ ક્ષેત્રે, શિક્ષક અને પ્રિન્સીપાલ- મિનાક્ષી જોષી, શિક્ષક અને લેખિકા- ડો. અન્ના નીના જ્યોર્જને શિક્ષણ ક્ષેત્રે, ગાયિકા- અમરપ્રિત કૌરને સંગીત ક્ષેત્રે, એરો ફીટનેસ હબના માલિક- સ્નેહલ બ્રહ્મભટ, ગાયનેકોલોજીસ્ટ- ડો. હેતલ પટોલિયાને આરોગ્ય ક્ષેત્રે,દિવ્યાંગો કેટેગરીમાં ગુજરાતી લેખિકા- મેઘલ ઉપાધ્યાયન. ફૂડપ્રિનિયોર અને રેસિપી ક્યુરેટર- શ્વેતા અયઠોરને ડીજીટલ ઈન્ફલુઅન્સ, આરજે અને કન્ટેન્ટ ક્રિએટર- અદિતી રાવલને આઈકોનિક પર્સનાલિટી એવોર્ડ, ડો. આશા પટેલ અને ઈન્ડિયન લાયન્સના ચેરપર્સના- આશા પંડ્યાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. સ્ટેજ, ટીવી અને ફિલ્મ એક્ટર ભાવિની જાની અને રાજકારણી અને સામાજીક કાર્યકર જસુમતી સવજીભાઈ કોરાટને હોલ ઓફ ધ ફેમ એવોર્ડ તથા ડેસ્ટીનેશન ઈવેન્ટ પ્લાનર શ્રેયા ગિડરા ને યંગ એચિવર એવોર્ડ એનાયત કરાયો હતો. સમાજ સેવક મહેશ વારાને મેન ફોર વિમેન એમ્પાવર્મેન્ટ એવોર્ડથી નવજાવામાં આવ્યા હતા.
એવોર્ડ વિજેતાઓની પસંદગી બિઝનેસ વુમન અને સમાજસેવી પૂર્વા શાહ પટેલ, જીએલએસ યુનિવર્સિટીના લૉ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર- ડો. મયૂરી પંડયા, સ્થપતિ અને ડિઝાઈનર- અર્ચના શાહ, ઉદ્યોગસાહસિક અને સમાજસેવિકા- પ્રિયાંશી પટેલ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- ઉન્મેશ દિક્ષિત, સાંસ્કૃતિક પ્રવૃત્તિના ક્યુરેટર- આશા સરવૈયા, સમાજ સેવક અને લેખિકા- વૈજયંતિ ગુપ્તે અને સમાજ સેવક તથા સુપ્રિમ કોર્ટના લૉયર- દિપીકા ચાવડા સહિતના પ્રસિધ્ધ જ્યુરીએ કરી હતી. ઉષા પર્વના સમાપન સમયે આભાર વિધિ પીસી સ્નેહલ ગ્રુપના ચિરંજીવ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્રભાઈ પારેખ અને ધારા શર્માએ કર્યું હતું. ઉષા પર્વ -૧૩ માં ઉદ્દગમ વિમેન એચિવર્સ એવૉર્ડને સફળ બનાવવા માટે વાગ્મી જૉષી, મનોજ જૉષી, અમિત શાહ, ચાણક્ય જૉષી, પરમજિત કૌર છાબરા, ઓમ અને કિરાત જૉષીએ જહેમત ઉઠાવી હતી. રીપોર્ટ – મેધા પંડ્યા ભટ્ટ