Wednesday, April 16, 2025

હૉનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં આરોપી એડવોકેટ વિજય સરડવા ચલાવે છે ગેરકાયદેસર આધાર સેન્ટર, ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં રહેતા અને તમામ પ્રકારના કાયદાના સલાહકાર એડવોકેટ વિજયભાઈ સરડવા નામના આરોપીએ મોરબીના શનાળા રોડ સુપર માર્કેટમાં આવેલી ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં પોસ્ટમેન જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની આઇ.ડી. નંબર ૭૦૦૩૫ નંબર વાળી કિટનો ઉપયોગ કરી પોતાને આધારકાર્ડ બનાવવા કે તેમા કોઇપણ જાતનો ફેરફાર કરવા માટે અધિકૃત કરેલ ન હોય તેમ છતા અન્ય આઈડી કીટનો આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઇ ખોટા દસ્તાવેજો બનાવી તેમા છેડછાડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોઈપણ રીતે બનાવટી બાયોમેટ્રિક આધારે આધારકાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરી લોકો પાસેથી ઉઘાડી લુંટ ચલાવતા હતા. એક આધારકાર્ડ કઢાવવા કે સુધારો કરવામાં માટે લોકો પાસેથી રૂ. ૨૫૦૦ પડાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું. તેમજ આધારકાર્ડમાં સુધારા વધારા કરી લોકો સાથે ઠગાઈ કરતા આરોપી વિજયભાઈ સરડવા અને પોસ્ટમેન જયેશભાઇ સરડવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ B.N.S. કલમ-૩૧૯(૧),૩૧૮(ર), ૩૩૬(ર), ૩૩૮,૩૪૦(ર),૨૦૪ તથા આધાર અધિનિયમ- ૨૦૧૬ની કલમ ૩૬,૩૮,૩૯, તથા આઇ.ટી. એકટ ૬૬.(સી), ૬૬(ડી), મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,501,985

TRENDING NOW