મોરબીના યુમનાનગરમાં રહેતો યુવાન કપડાનું માર્કેટિંગ કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતાં તેમના પત્નીએ બી ડીવીઝન પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ યમુનાનગરમાં શેરી નં.05 માં રહેતા અને મુળ હરિયાણાના સોનુકુમાર લીલુરામ લાંબા ગત તા.19 ના રોજ કપડાંનું માર્કેટિંગ કરવા માટે જાવ છું તેમ કહીં ઘેરથી નીકળી ગયેલ અને સમયસર પરત ઘરે ન આવતા તેમના પત્ની રીતુબેન લાંબાએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુમસુદા ફરિયાદ નોંધી સોનુકુમારની શોધખોળ હાથ ધરી છે.