હીરાસર એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવાની તેમજ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓમાં વધારો કરવા નાગરિક ઉડ્ડયન મંત્રી ને રૂબરૂ મળીને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી
વાંકાનેર : સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે રાજકોટના હિરાસર એરપોર્ટ માટે ઉડ્ડયન સંબંધિત બાબતોની ચર્ચા કરવા દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવેલ જેમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવાની તેમજ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓમાં વધારો કરવા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા જણાવાયું હતું. વધુમા નગરિક ઉડ્ડિયન મંત્રી કે રામ મોહન નાયડુ જી સાથે મુલાકાત કરી ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓમાં વધારો, કરી ખાસ રાજકોટના હિરાસર એરપોર્ટથી દિલ્હીની સવારની ફ્લાઇટ શરૂ કરવા ખાસ રજૂઆત પણ હતી.