મોરબી: એકતા એજ લક્ષ્ય સંગઠન ગુજરાત અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિવાળી પર્વ પર બજારમાં વેચાણ થતાં હિન્દુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી માંગ કરવામાં આવી છે.
તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, હાલ દિવાળી હિન્દુઓનો સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારને હિન્દુઓ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવે છે. અને સનાતન સંસ્કૃતિમાં ખૂબ મહત્વ અપાયું છે. દિવાળીના તહેવારને પ્રકાશનું પર્વ કહેવામાં આવે છે. દિવાળીના પર્વ ઉપર દેવી દેવતાઓના ફોટા વાળા ફટાકડા માર્કેટમાં વેચાય છે. જેના ઉપર લક્ષ્મી માતાજી હનુમાનજી મહારાજ ભગવાન કૃષ્ણના ફોટો લગાવ્યા હોય છે જ્યારે ફટાકડા ફૂટે છે. ત્યારે ભગવાનના ફોટાના પણ ચિડે ચિંધડા વઈ જાય છે અને લોકોના પગે કચડાય છે.

આના કારણે અમે સામાજિક જાગૃતિ માટે ૩ વર્ષથી સતત હિન્દુઓ ને જગાડી રહ્યા છીએ સાથે સાથે આવેદનપત્ર આપીને જે દુકાનદારો પાસેથી આવા ફટાકડાની વેચાણ બંધ કરીએ છીએ તેમ છતાં આવા ફટાકડાઓનું વેચાણ બંધ થતું નથી, જેથીને નિવેદન છે કે, આપ આવા ફટાકડાના વિક્રેતા પર ipc 295, 295A, 296, 298 કલમ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા એકતા એજ લક્ષ્ય સંગઠન તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે.
આ દિવાળીના પર્વ પર એકતા એજ લક્ષ્ય સંગઠનના કાર્યકર્તા દરેક દુકાન પર જય જાતે તપાસ કરશે અને જો કોઇ દેવદેવતાના ફોટા વાળા ફટાકડા વેચતા દેખાશે તો એને સમજાવશે અને ના સમજે તો કલેકટરને જાણ કરશે, આ કાર્ય સમગ્ર ગુજરાતમાં અમે ૩ વર્ષ થી કરી રહ્યા છીએ અને હિન્દુ ધર્મની લાગણીના દુભાઈ તે માટેના પ્રયાસમાં દરેક હિન્દુ સંગઠનનો સાથ પણ છે.
આ રજુઆતમાં એકતા એજ લક્ષ્ય સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભગીરથસિંહ રાઠોડ, મહિદીપસિંહ જાડેજા, મધાભાઈ રબારી, ધાર્મિકભાઈ પટેલ તથા વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશ બોરીચા, મોરબી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી, ઉપપ્રમુખ પરેશભાઈ તન્ના, જિલ્લા મંત્રી કમલભાઈ દવે, મોરબી શહેર મંત્રી ભાવિકભાઈ બોટ, બજરંગ દળ મોરબી શહેર પ્રમુખ ઈશ્વર ભાઈ કંજારીયા, મોરબી શહેર ઉપપ્રમુખ વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક ઉપપ્રમુખ હિતરાજ રાજસિંહ, મોરબી શહેર બજરંગ દળ ઉપપ્રમુખ વિજયભાઈ કુંભાર વાડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
