હળવદના હરિકૃષ્ણ બ્રાઇડ કારખાનામાંથી ઇલેક્ટ્રિક મોટર તસ્કરો ચોરી ગયાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ આલાપ સોસાયટીમાં રહેતા વાસુદેવભાઇ જાદવજીભાઈ ધોળુનું હળવદમાં હરીકૃષ્ણ બ્રાઇડ લોખંડના સળીયા બનાવવાનું કારખાનું આવેલ છે. જેમાં અજણ્યા ચોર ઇસમે કારખાનાના છતના પતરાને તોડી કારખાનામાં પ્રવેશ કરીને ઇલેક્ટ્રિક મોટર 15 એચ.પી.ની નંગ.1 (કિં.રૂ.10,000) તથા ઇલેક્ટ્રિક મોટર 05 એચ.પી.ની નંગ.1 (કિં.રૂ.5000) એમ કુલ 15,000 ની ચોરી કરી લય ગયા હોવાની વાસુદેવભાઈએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ પરથી પોલીસે તસ્કરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.