(ભવિષ જોષી હળવદ): હળવદ શહેર ભાજપમાં વિવિધ મોરચા અને સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં લોકસેવા અને રાષ્ટ્રસેવાની ભાવનાથી વરેલા નિષ્ઠાવાન કાર્યકરોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
જેમાં શહેર સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે જયભાઈ (સન્ની) કિશોરભાઈ ઠક્કર અને રમેશભાઈ સિંધાભાઈ સોરીયાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે શહેર સંગઠનમાં મંત્રી તરીકે નરેશભાઈ મહેન્દ્રભાઈ રાવલની નિમણૂક કરાઈ છે. તેમજ યુવા મોરચા પ્રમુખ તરીકે મેહુલભાઈ વસંતભાઈ પટેલ, મહામંત્રી અશોકભાઈ નગીનભાઈ પ્રજાપતી, વિશાલભાઈ ઘનશ્યામભાઈ રાવલ,
કિસાન મોરચાના પ્રમુખ તરીકે અરવિંભાઈ ભીખાભાઇ દલવાડી, મહામંત્રી અશ્વિનભાઈ નરશીભાઈ પટેલ, હરદેવસિંહ રઘુભા ઝાલા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ બાબુલાલ ડાભી મહામંત્રી અંબારામભાઈ ગોવિંદભાઈ દલવાડી, શિવાભાઈ મનજીભાઈ તારબુંદીયા, અનુસૂચિત મોરચાના પ્રમુખ હરેશભાઇ હમીરભાઈ ઝાલા મહામંત્રી દેવજીભાઈ જેઠાભાઇ મકવાણા, જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડની નિમણૂંક કરવામાં આવી હતી.