Wednesday, April 23, 2025

હળવદ શહેરના રહેણાંક મકાનમાંથી આશરે 4.5 કિલો જેટલો ગાંજો ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે રેડ કરી રહેણાંક મકાનમાંથી 4.5 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હોય. ત્યારે આરોપી વિરોધ એનડીપીએસ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ મોરબી રોડ ઉપર ધાંગધ્રા કેનાલ પાસે વચારી તલાવડી સામે રહેતા આરોપી પ્રદિપભાઇ ઉર્ફે પ્રદ્યુમ્ન ઉર્ફે પદુબાપુ ઇશ્વરદાસ વૈષ્ણવ (ઉ.વ.૭૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન ૪ કિલો ૪૯૦ ગ્રામ કિં રૂ. ૪૪,૯૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૬૦૦૦ મળી કુલ કિં રૂ. ૫૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી),૨૦(૨)(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,238

TRENDING NOW