મોરબી: નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ રાજકોટ વિભાગ રાજકોટનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારૂ રાજકોટ રેન્જ વિભાગમાં ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર નાઓને સુચના આપતા એન.બી.ડાભી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય જે પૈકી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી જીલ્લાના હળવદ પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં-૦૦૨૧/૨૦૨૧ આઇ.પી.સી કલમ ૨૭૯,૩૩૭,૪૨૭ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના કામના નાસતા ફરતા આરોપી વિક્રમસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.૪૮ રહે.ભરૂડીયા ગામ તા.ભચાઉ જી.ભુજાકચ્છ)ને ભરૂડીયા ગામેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી વી.બી.જાડેજા લીસ ઇન્સ્પેક્ટર,એલ.સી મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા,રજનીભાઇ કૈલા,સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવાણીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચન્દ્રકાંતભાઇ વામજા જયવંતસિંહ ગોહીલ,સહદેવસિંહ જાડેજા,જયેશભાઇ વાઘેલા, તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રા ભરતભાઇ મિયાત્રા,અશોકસિંહ ચુડાસમા હરેશભાઇ સરવૈયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.