(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)
હળવદ: વૈશ્વિક કોરોના મહામારીથી રક્ષણ મેળવવા ભારતભરમાં 45 વર્ષથી ઉપરના નાગરિકો કોરોના વેકસીન લઈ અને પોતાને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યા છે. ત્યારે હળવદના સોનિવાડ વિસ્તારમાં આવેલ શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે નિઃશુલ્ક કોરોના પ્રતિરોધક વેકશીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હળવદના આસપાસના વિસ્તારના કુલ 80 નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં સ્વૈચ્છીક રીતે સર્વે નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. અને પોતાને કોરોના સામે રક્ષણ મેળવવા સુરક્ષિત બન્યા હતા. જ્યારે આ કેમ્પમાં આરોગ્ય વિભાગ સાથે સ્થાનિક સેવાભાવી કાર્યકરોએ પણ આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં સર્વે લાભાર્થીઓએ સરકારશ્રીના કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કર્યું હતું.
