હળવદ: હળવદ તાલુકાના રણછોડ ગઢ ગામેથી માતા-પુત્ર લાપતા થયાની ફરીયાદ હળવદ પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ હળવદનાં રણછોડગઢ ગામનાં રહેવાસી નિતાબેન ઉર્ફે ટમીબેન ધીરૂભાઇ દઢૈયા (ઉ.વ.૩૮) પોતાના દિકરા શૈલેશ (ઉ.વ.૦૯)ને સાથે લઇ પોતાની વાડીએથી ગત તા. ૦૮ ના રાત્રીના દસેક વાગ્યાથી તા.૦૯ના વહેલી સવારના ત્રણેક વાગ્યા પહેલા કોઇ સમયે કયાંક ચાલી ગયેલ છે. જે બાબતે મહિલાના પતિ ધીરૂભાઈ માનસિંગભાઈ દઢૈયાએ ગઈકાલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લાપતા માતા-પુત્રને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા.
ગુમ થયેલ વ્યકિત નિતાબેન શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘઉ વર્ણ છે. મોઢું લંબ ગોળ છે. જેની ઉચાઇ આશરે ૫ ફૂટ જેટલી છે. જે અભણ છે. જે ગુજરાતી ભાષા જાણે છે. તેમજ શૈલેશ શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉં વર્ણનો છે. મોઢું લંબ ગોળ છે. જેની ઉચાઇ આશરે ૦૩ ફૂટ ૦૫ ઈંચ જેટલી છે. જે ગુજરાતી ભાષા જાણે છે.