(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદ: ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા ગુજરાતભરમાં મહાપુરુષોની પ્રતિમાની ગરિમા જળવાઈ તેવા શુભ આષયથી મહાપુરુષોની પ્રતિમાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત હળવદ યુવા ભાજપ દ્વારા મહામાનવ અને ભારત રત્ન ડો.બાબાસાહેબ અંબેડકરજીની પ્રતિમા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અને ડો.બાબા સાહેબની પ્રતિમા પર દૂધ અને સ્વચ્છ પાણીથી અભિષેક કરવામાં આવ્યો હતો. સાથે પુષ્પહારથી પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ લોરીયા, મોહનભાઇ પરમાર, મેહુલભાઈ પટેલ, ગીરીશભાઈ પરમાર , વી.કે.મકવાણા, અશોકભાઈ પ્રજાપતિ, રવિભાઈ પટેલ, હરીશભાઈ ઝાલા, જતીનભાઈ રાવલ, હસમુખભાઈ પ્રજાપતિ સહિત આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વિકાસ કુરિયા, મૌલેશ મહેતા, મહેશ કોપણીયા, વિપુલ સગર, હરેશ એરવાડિયા, કુલદીપ રાજપૂત સહિત યુવા ભાજપના ઉત્સાહી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
