હળવદ યુવા ભાજપ દ્વારા કોરોનાની વિકટ પરિસ્થિતમાં પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ જોયા વગર કોરોનાના દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સ સંસ્થા અને સેવાભાવી સ્વયંસેવકોનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં હળવદ ખાતે કોરોનાની મહામારીની વિકટ પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી અને અન્ય જરૂરી સેવાઓ પુરી પાડી છે. તેવા સેવાભાવીઓનું માનભેર તા.30ના રોજ સવારે 10 કલાકે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના હસ્તે સન્માન સમારોહ યોજાશે.