હળવદ: હળવદ તાલુકાના મેરૂપર ગામે આધેડે બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે નોંધ કરવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ હળવદના મેરુપર ગામની સીમમાં જીતુભાઈની વાડીમાં રહેતાં અરવિંદભાઈ કનુભાઈ તડવી (ઉ.વ.૫૫. મુળ રહે. છોટાઉદેપુર) એ ગત તા.૧૧ જુલાઈનાં રોજ બીમારીથી કંટાળી જંતુ મારવાની ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયુ હતું. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.