હળવદ પંથક માં સામાન્ય બાબતે બોલાચાલી ના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ ગુરુવારે બપોરે હળવદ માં મેઈન બજાર માં આવેલ શાક માર્કેટ માં બન્યો. સાયકલ ચલાવવા બાબતે થયેલી બોલાચાલી એ ઉગ્ર રૂપ ધારણ કર્યું.બન્ને શખ્સઓ એ વેપારી પર જીવલેણ હુમલો કર્યો વેપારી અમિતભાઈ માણેકલાલ ઠક્કર ને ગળા ના ભાગે છરી વડે હુમલો કરતા અમિતભાઈ માણેકલાલ ઘટના
સ્થળેજ બેભાન થઈ ગયા હતા. આ બનાવ ની જાણ થતાં જ આજુબાજુ ના વેપારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યાર બાદ હળવદ પોલીસ ને જાણ થતાં જ પી આઇ કે.જી માંથુકિયા પી એસ આઈ રાજેન્દ્રભાઈ ટાપરીયા બિટ જમાદાર વિજયભાઈ છાસીયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.વેપારી અમિતભાઈ ઠક્કર ને પ્રાથમિક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડૉ. આદ્રોજા સાહેબ દ્વારા પ્રાથમિક સારવાર મળ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.હાલ હળવદ ની મેઈન બજાર માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મોરબી જીલ્લા એસોજી પોલીસ દ્વારા હળવદ ના વિવિધ વિસ્તારો માં હાલ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે
અહેવાલ ભાવેશ જોશી

