મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનમાં લુંટ/ ધાડ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કટીયા હમીર સિંગાડીયા રહે. નેગડીયા તાલુકો કલ્યાણપુરા જીલ્લો જાંબુઆ (એમ.પી)વાળો હાલે તેના રહેણાંક મકાને તળાઇ ફળીયા ગામ નેગડીયા તાલુકો કલ્યાણપુરા જાંબુઆ (એમ.પી) હોવાની બાતમી મળતા જે બાતમીના આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા લુંટ /ધાડના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કટીયા હમીર સિંગાડીયા ઉ.વ.૫૪ રહે. નેગડીયા તાલુકો કલ્યાણપુરા જીલ્લો જાંબુઆ (એમ.પી)વાળો મળી આવતા આરોપીને હળવદ પોલીસ સ્ટેશન લાવી બી.એન.એસ.એસ. કલમ ૩૫ (૨)(જે) મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે