હળવદ ના ટીકર ગામ નજીક કેનાલ માં ડૂબી જતાં યુવાનનું મોત.
હળવદ ના ટીકર મિયાણા વચ્ચે વહેતી નર્મદા કેનાલમાં ડૂબી જતાં ૩૫ વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા કરશનભાઈ હેમુભાઈ ઝીઝુવાડિયા (ઉ.વ. ૩૫) નામના યુવાન ગત તા.૦૩-૦૨-૨૦૨૩ ના રોજ હળવદ તાલુકાના મિયાણી અને ટિકર ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં પાણી પીવા જતા પગ લપસી કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.