(અહેવાલ: ભવિષ જોષી)
હળવદ નગરપાલિકા દ્વારા ૩ મહિનાથી વેરા વસુલાતની સઘન જુંબેશ હાથ ધરવામાં આવી છે. જે લોકો વર્ષોથી પોતાના ઘર વેરા કે પાણીવેરા ભરતા નથી તેવા લોકો માટે હળવદ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. હળવદ નગરપાલિકા વિસ્તારમાં લોકો પાલિકાના પાણી નો મફત ઉપયોગ કરી રહ્યા છે. નળ કનેકશન હોવા છતાં તેઓ પાણીવેરો ભરતા નથી આવા લોકો માટે હળવદ નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ નગરપાલિકા દ્વારા વોર્ડ વાઇસ વેરા વસૂલાત માટે હળવદ સરા ચોકડી પાસે આવેલ હોટેલ ક્રોસરોડ પાસે એક કચેરી સગવડતા ખાતર તેમજ લોકો ને નજીક પડતું હોવાથી એક ટેકસ રિકવરી સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. આ સેન્ટર પર ઘર વેરા અને પાણી વેરા લેવામાં આવે છે. અને સાથે બન્ને વેરાનું એકત્રિકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા અને પ્રમુખ રમેશભાઈ પારેજીયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
