(અહેવાલ: મેહુલ સોની હળવદ)
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના PHC અને CHC કેન્દ્રમાં પુરતો સ્ટાફ ન હોવાથી તાત્કાલીક ધોરણે પુરતી જગ્યા ભરવા આમ આદમી પાર્ટી હળવદ તાલુકા દ્વારા જિલ્લા પ્રભારી આરોગ્ય સચિવ મનીષાબેન ચંદ્રાને લેખિત રજૂઆત કરી હતી.
તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, હળવદ તાલુકામાં કોરોના મહામારી વચ્ચે PHC કેન્દુ અને CHC કેન્દ્રમાં પુરતો સ્ટાફ ન હોવાથી લોકોને ખૂબ જ હેરાનગતિ થાય છે. જેથી તાત્કાલીક ધોરણે તમામ PHC કેન્દ્રમાં અને CHC કેન્દ્રમાં તાત્કાલીક ધોરણે પુરતો સ્ટાફની જગ્યા ભરવામાં આવે તેમજ રેપીડ અને આર્ટીફીસિઆરની ટેસ્ટ માટેની પુરતી કિટો પહોંચાડી તેમજ મુખ્યમંત્રીની જાહેરાત મુજબ તમામ PHC કેન્દ્રમાં અને CHC કેન્દ્રમાં તાત્કાલીક ધોરણે કોવિડ–૧૯ બેડની વ્યવસ્થા કરવામાં આવે તેમ રરજુઆત કરી હતી.

હળવદમાં આમ આદમી પાર્ટીનું માસ્ક વિતરણ કરાયું
હળવદ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ લોકોને કોરોના સંક્રમણ ફેલાવતું અટકાવવા માટે લોકોને બિન જરૂરી બહાર ન નીકળી તમામ નિયમોનું પાલન કરવા લોકોને અપિલ કરી હતી. તેમજ જાહેર માર્ગો પર લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
