Tuesday, April 22, 2025

હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં ઘેટાં બકરાં ચરાવવા બાબતે બબાલ

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં ઘેટાં બકરાં ચરાવવા બાબતે બબાલ થતા યુવક અને તેના સાથીઓને આઠ શખ્સોએ પાઈપ, લાકડી વડે ફટકાર્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા અને ખેતી કરતા ગણપતભાઈ ઘનશ્યામભાઈ ભાટીયા (ઉ.વ.૩૨) એ આરોપી નારણભાઈ ઉર્ફે સામંતભાઈ મશરુભાઈ ધ્રાંગીયા, દિનેશભાઈ ટીડાભાઈ ધ્રાંગીયા, લાખાભાઈ ડાહ્યાભાઈ ધ્રાંગીયા, બાબુભાઈ સંગ્રામભાઈ, કરશનભાઈ પબાભાઈ ધ્રાંગીયા, દેવાભાઈ આલાભાઈ ધ્રાંગીયા, વિહાભાઈ જલાભાઈ ધ્રાંગીયા, પુનાભાઈ ઉર્ફે પુનીયો રાઘવભાઈ ગમારા તમામ રહે,ભલગમડા તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૧૯-૦૬-૨૦૨૪ ના રોજ ફરીયાદીના કૌટુમ્બીક ભાઈ ઈંદ્રજીતભાઈ પચાણભાઈ ભાટીયા તથા યુવરાજભાઈ પચાણભાઈ ભાટીયા નાઓને આ આરોપીઓ દિનેશભાઈ ટીડાભાઈ ધ્રાંગીયા, નારણ ઉર્ફે સામંત મશરુભાઈ ધ્રાંગીયા તથા લાખા ડાયાભાઈ ભરવાડ નાઓ સાથે ઘેટા બકરા ચરાવવા બાબતે બોલાચાલી થતા જે ઝગડાને કારણે આરોપી નારણભાઈ , દિનેશભાઇ,લાખાભાઈ, બાબુભાઈએ ફરીયાદી તથા સાહેદ સાથે બોલાચાલી ઝગડો કરી ગાળો બોલી છુટા પથ્થરો મારી ચારે આરોપીઓનુ ઉપરાણું લઈ કરશનભાઈ પબાભાઈ ધ્રાંગીયા લાકડી લઈ, દેવાભાઈ આલાભાઈ ધ્રાંગીયા સોરીયુ લઈ, વિહાભાઈ જલાભાઈ ધ્રાંગીયા લોખંડની પાઈપ લઈ , પુનાભાઈ ઉર્ફે પુનીયો રાઘવભાઈ ગમારા લાકડી લઈ ઉપરાણુ લઈ ત્યા આવી પ્રવિણભાઈને શરીરે આરોપી દેવાભાઈએ સોરીયુ તથા તેમની પાસેના હથીયારો વડે આડેધડ માર મારી માથામા તથા શરીરે ઈજાઓ કરી ફરીયાદી તથા સાથી હંસાબેન પચાણભાઈ ભાટીયા તથા કોમલબેન યુવરાજભાઈ ભાટીયાને લાકડી તથા ગડદા પાટુ નો માર મારી શરીરે ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બંનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW