Wednesday, April 23, 2025

હળવદ તાલુકાના જુના દેવળિયા, ચુંપણી અને માથક આરોગ્ય કેન્દ્રનું લોકાપર્ણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

સુશાસન સપ્તાહ અંતર્ગત આરોગ્ય દિવસ નિમિત્તે મોરબીમાં કોવીડ વેક્સિનેશન ડ્રાઇવ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ વિતરણ તેમજ ઘુંટુ, રંગપર અને ઢુવા માટેના મોબાઇલ આરોગ્ય યુનિટને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, મોતીયાની સર્જરીનો કેમ્પ તેમજ ૯૦ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત હળવદ તાલુકાના જુના દેવળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૦-૨૦ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત ચૂંપણી અને માથક પેટા આરોગ્ય કેન્દ્રનું એમ કુલ ૧૩૦ લાખના ખર્ચે નિર્મિત આરોગ્ય કેન્દ્રનું ડીજીટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હળવદ તાલુકાના ચરાડવા ખાતે ૩૮૫ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગનું ઇ-ભૂમિ પૂજન સાંસદના હસ્તે કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર અને રાજ્ય સરકાર આરોગ્યલક્ષી સુવિધાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ યોજનાઓ તેમજ હાલમાં કોરોનાની રસી મુદ્દે ખૂબ જ સંવેદનશીલ બનીને કામગીરી કરી રહી છે. સાંસદશ્રીએ ઉપસ્થિત શહેરીજનોને કોરોનાની રસી લેવાની બાકી હોય તો તાત્કાલીક લઇ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ મોરબી જિલ્લામાં કોરોના જેવા કપરાકાળમાં મોરબીના દાનવીર ઉદ્યોગપતિઓ, સામાજિક અને સેવાકીય સંસ્થાઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ આરોગ્ય વિભાગની કામગીરીની પણ સરાહના કરી ઉત્તમ કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. બાદમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સગર્ભા તેમજ ધાત્રી બહેનોને પોષણક્ષમ આહારની કીટોનું વિતરણ અને પીએમજેએવાય યોજનાના લાભાર્થીઓને  કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,218

TRENDING NOW