Friday, April 11, 2025

હળવદ ટાઉનમા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે ઝડપી પાડયો 

Advertisement
Advertisement
Advertisement

હળવદ ટાઉનમા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે ઝડપી પાડયો

હળવદ: હળવદ ટાઉનમાં સોનાના દાગીના જેની કુલ કિ.રૂા. ૨,૬૬,૦૦૦/-ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરી આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

ગઇ તા.૦૭/૦૮/૨૦૨૪ ના રોજ ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હોય જેમા રૂા.૨,૬૬,૦૦૦/- ના મુદામાલની ચોર થયેલ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી

જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વોચમાં રહી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને પોલીસ સ્ટાફના પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પોલીસને મળેલ બાતમી આધારે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ધર્મેશ પ્રદિપકુમાર જોષી રહે. ઓરા વાડ, હળવદ તા.હળવદવાળાને પકડી પાડી ગુન્હો ડિટેકટ કરી હળવદ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. ૩૦૫ (એ), ૩૩૧(૪) નો ગુન્હામાં ગયેલ ૨,૬૬,૦૦૦ નો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,501,796

TRENDING NOW