હળવદ: કોરોના વૈશ્વિક મહામારીથી વિશ્વ આખામાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે હળવદ તાલુકામાં પણ મોટી સંખ્યામાં નાગરિકો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે ઉમા કન્યા છાત્રાલય ખાતે ઉમા કન્યા છાત્રાલય સંચાલિત પાટીદાર સારવાર કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં અત્યારે 24 બેડ ઓક્સીઝન વાડા બેડ કાર્યરત થયેલ છે.

જેમાં 24 કલાક એમ.ડી ડોકટર પોતાની સેવાઓ બજાવશે. અને ગામ ના અન્ય 20 નિષ્ણાંત ડોકટરની ટિમ પોતાની અવિરત સેવા બજાવશે. ત્યારે આજે પહેલા દિવસે જ 24 એ 24 બેડમાં દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. અને હળવદ પાટીદાર સમાજના અગ્રણીઓ તથા યુવાનો આ કેમ્પમાં સર્વોચ્ચ સુવિધાઓ મળી રહે તે માટે કાર્ય કરી રહ્યા છે. અત્રે દર્દી નારાયણોને રહેવા તેમજ સાત્વિક ભોજન અને ડોકટરના સૂચન મુજબ ડાયટ દર્દીઓને પૂરું પાડવામાં આવે છે. અને તમામ સેવા નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે રાજકીય સામાજિક અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા.