Wednesday, April 23, 2025

હળવદમાં રહેતા માતા-પુત્રએ દેહદાનનો સંકલ્પ કરી સમાજને પ્રેરણા પુરી પાડી

Advertisement
Advertisement
Advertisement

કિશોરભાઈ એ અત્યાર સુધી માં અ ધ ધ… 44 વખત રકતદાન કર્યું છે ત્યારે “યુવાનીમાં રકતદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન દેહદાન ” ના સૂત્રને ખરેખર ચરિતાર્થ કર્યું છે

(અહેવાલ: ભવિષ જોષી હળવદ): હળવદ શહેર છોટાકાશી તરીકે જગ વિખત્યાત છે ત્યારે હળવદ માં અનેક મહાનપુરુષો એ જન્મ લઈને દેશ અને સમાજને અનેક વિશેષ સેવાઓ પુરી પાડી છે અને સમાજ ને નવો રાહ ચીંધ્યો છે. જેમાં કિડની હોસ્પિટલ અમદાવાદના પ્રણેતા ભારત રત્ન ડૉ એચ.એલ.ત્રિવેદી, ખગોળ શાસ્ત્રી ડૉ જે.જે.રાવલ , ડિજિટલ ટેલિફોન યુગ માટે જેમનું વિશેષ યોગદાન છે તેવા શામ પિત્રોડા સહિત હળવદના અનેક મહાપુરુષો એ દેશ અને દુનિયા ને નવો રાહ ચીંધ્યો છે.

ત્યારે તાજેતરમાં જ હળવદ શહેરમાં રહેતા માતા અને પુત્રએ તેમના મૃત્યુ પછી દેહ દાનનો સંકલ્પ કરી અને સમાજને નવો રાહ ચીંધ્યો છે. તેવા ધાર્મિક જીવન જીવતા માતા વિજયાબેન છગનભાઇ એરવાડિયા અને પુત્ર કિશોરભાઈ છગનભાઇ એરવાડિયા એમ બંને માતા પુત્ર એ સુરેન્દ્રનગર સ્થિત સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે દેહદાન કરવા માટે સંકલ્પ પત્ર ભર્યું છે. ત્યારે આ શુભ સંકલ્પથી તેમના અંગો મૃત્યુ પછી પણ કોઈ ના શરીરમાં ધબકતા રહેશે અને બાકીનો દેહ પણ મેડિકલ કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીઓ ના વિદ્યા અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે ત્યારે આ પ્રકારે માતા અને પુત્રએ દેહદાનનો એકસાથે સંકલ્પ કર્યો હોય તેવા કિસ્સાઓ ખૂબ જ નહિવત છે ત્યારે આ ઉમદા નિર્ણય થી એરવાડિયા પરિવારે આ વિસ્તાર સહિત દેશભરના લોકો ને પહેલ કરી છે અને પ્રેરણા પુરી પાડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ એરવાડિયા એ પાંચ વખત છપૈયા (અયોધ્યા) 1600 કી. મી ની પાંચ પાંચ વખત પદયાત્રા કરી છે અને બહુચરાજી અંબાજી અને માતા ના મઢ પણ સાયકલ અને પદયાત્રા કરી ચુક્યા છે અને કિશોરભાઈ એ અ ધ ધ… 44 વખત રકતદાન કરી અને અનેક દર્દી ની જિંદગી બચાવવા માં નિમિત બન્યા છે ત્યારે કિશોરભાઈ એ યુવાની માં રકતદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન ના સૂત્ર ને પોતાના જીવન માં ઉતારી અને ચરિતાર્થ કર્યું છે કિશોરભાઈ એરવાડિયા અને તેમના પૂજ્ય માતૃ વિજયાબેનના દેહદાનના સંકલ્પ થી આ વિસ્તાર ને એક અનેરી પ્રેરણા મળી છે.

Related Articles

Total Website visit

1,502,225

TRENDING NOW