કોરોનાના કારણે માટલાનું વેચાણ નહીંવત બન્યું
(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ) હળવદ: ઉનાળાના દિવસોમાં માટીના માટલાનું વેચાણ વધું થતું હોય છે. ઉનાળો બેસતાં લોકો માટીના માટલાની ખરીદી કરતા હોય છે. ગયા વર્ષે પણ કોરોનાવાયરસ ના કારણે માટીના માટલાનું વેચાણ નહિવત બન્યું હતું. અને મંદીનું ગ્રહણ સર્જાયું હતું. જ્યારે આ વખતે પણ ઉનાળો શરૂ થતાં જ માટીના માટલાનું વેચાણ નહિવત બન્યું છે. વેપારીઓ ચિંતામાં પડ્યા છે કારણકે વિવિધ પ્રકારના માટલાઓ લાલ કલરના સફેદ કલરના તેમજ પાણીની નાઇનો સફેદ કલરની, લાલ કલરની વગેરે માટીના વસ્તુઓનો જથ્થો વેચાણ માટે રાખ્યો હોય અને વેચાણ ન થાય ત્યારે વેપારીને ચિંતા વધી જતી હોય છે. ધરાકી બરોબર નીકળશે કે નહીં તેની ચિંતા હળવદમા માટીના વાસણો વેચતા વેપારીઓને સતાવી રહી છે. કારણ કે આ વખતે પણ કોરોનાવાયરસ ની મહામારી ના કારણે મંદીનો માહોલ સર્જાશે કે પછી ગરાગી નીકળશે તેની અવઢવમાં છે.
આ અંગે હળવદમા માટીના માટલાનુ વેચાણ કરતા તુલસીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલ ધરાકી નહિવત છે. કોરોનાવાયરસના કારણે ફરી મંદીમાં સપડાવુ પડશે કે શું તેની ચિંતા સતાવી રહી છે. ગયા વખતે પણ મંદીનો માર પડ્યો હતો આ વખતે પણ જોઈએ તેવી ધરાકી હાલ નથી તેથી ચિંતા થઈ રહી છે. ઉનાળો શરૂ થયો પણ માટીના માટલાનું વેચાણ નહિવત છે. ત્યારે આવનાર સમયમાં ધરાકી નીકળશે તેવી આશાએ મીટ માંડી છે. પોતાનો વેપાર કરી રહ્યા છે.
