હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામના પાટીયા નજીક ટ્રેલર ડિવાઈડર કુદી ને રોંગ સાઇડમા આવી જતા એસટી બસ સાથે અથડાતા બસમાં નુકસાન થયું હોવાની ફરીયાદ હળવદ તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ હળવદ-માળીયા હાઈ વે ઉપર પ્રતાપગઢ ગામના પાટિયા નજીક GJ-12-BX-8265 નંબરના ટ્રેલર ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ટ્રેલર હંકારી ડીવાઇડર કુદીને રોંગ સાઇડમા આવી જઇ એસ.ટી બસ નંબર GJ-18-Z-2158ને ડ્રાઇવર સાઇડ સાથે અથડાવી ડ્રાઇવર સાઇડે અડધી સાઈડથી લીસોટા પાડી જોટાનુ બહારનું ટાયર ફોડી નાખેલ તેમજ બે બારીના કાચ તોડી નાખી એસ.ટી.મા અંદાજીત આશરે ૬૦,૦૦૦/- નુ નુકશાન પહોંચાડતા બસ ડ્રાઇવર કુબેરભાઇ દાનાભાઇ સોલંકી (રહે.ગામ મોદરસુંબા, પોસ્ટ-વણીયાદ, તા.મોડાસા, જી.અરવલ્લી)એ ટ્રેલર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.