હળવદમાં જુના મનદુઃખનો ખાર રાખીને એક શખ્સે યુવાન પર છરી વડે હૂમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની યુવાને હળવદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતા ગૌતમ ઉર્ફે યશ જયંતીભાઈ ગોઠીએ આરોપી અમન ઉર્ફે અશ્વીનભાઈ હસમુખભાઈ પરમાર (રહે.બસ સ્ટેન્ડ પાછળ હળવદ) સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી અમન સાથે ફરિયાદી ગૌતમને અગાઉ બોલાચાલી થયેલ હોય જે બાબતનો મન:દુખ રાખી આરોપી અમને ફરિયાદીને ગાળો આપી છરી વડે હુમલો કર્યો હતો. જેથી ગૌતમને ઈજા પહોંચી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ગૌતમે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.