હળવદ: હળવદના રેલ્વે સ્ટેશન રોડ તરફ જવાના રસ્તે છરી સાથે એક શખ્સને હળવદ પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ હળવદનાં રેલ્વે સ્ટેશન રોડ તરફ જવાના રસ્તે આરોપી ધનજીભાઈ ગોરધનભાઈ સોનારા (ઉ.વ.૩૪.રહે. રેલ્વે સ્ટેશન રોડ જુની મધુરમ હોસ્પિટલ સામે. હળવદ) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.