Tuesday, April 22, 2025

હળવદમાં કોરોનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા 15મીએ શિવ મહિમન સ્તોત્ર પઠન

Advertisement
Advertisement
Advertisement

(ભાવિષ જોષી દ્વારા) હળવદ: હાલમાં કોરોના મહામારી હાહાકાર મચાવીને સમગ્ર દેશમાં વિનાશ નોતરી રહી છે.આથી કોરોનાથી બચવા માટે સમગ્ર દેશ સૃષ્ટિના સર્જનહારની શરણે આવી ગયો છે. અને સુષ્ટિના તારણહાર જ કોરોનાની આપતિમાંથી બચાવશે તેવી દ્રઢ શ્રદ્ધા સાથે લોકો સાચા દિલથી ઈશ્વરની આરાધના કરી રહ્યા છે. ત્યારે હળવદમાં પણ કોરોનાની આપતિ દૂર કરવા માટે લોકોએ ઈશ્વરનું શરણું લીધું છે.ખાસ કરીને સર્વશક્તિમાન ભગવાન ભોળાનાથ જ આ આપતિમાંથી બચાવે તેવી પ્રાર્થના કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હળવદમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે શરણનાથ સેવા મંડળ દ્વારા આગામી 15 મેને શનિવારે રાત્રીના 9:30 થી 11 વાગ્યા સુધી શિવ મહીમન સ્રોત પઠનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા તમામ લોકોના આત્માને સદગતિ મળે તે માટે ભગવાન શિવની આરાધના કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સાથે સાથે હવે તો કોરોના મહામારીને હરી સમગ્ર વિશ્વને કોરોના સંકટમાંથી ઉગારી લઈને સૃષ્ટિમાં ફરી સુખ સમૃદ્ધિ લાવે તેવી ભગવા ન ભોળાનાથને સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવશે. હાલસરકારની કોવિડની ગાઈડલાઈન ને ધ્યાને રાખીને આ સમગ્ર કાર્યક્રમ ઓનલાઈ ન રાખવામાં આવ્યો છે અને લોકો ઓનલાઈન જોડાઈને કોરોનામાં મૃત્યુ પામેલા પોતાના સ્વજનોના આત્માની શાંતિ માટે ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરી શકશે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW