મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલસીબી મોરબીને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા તેઓએ એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલસીબીને જરૂરી માર્ગદર્શન આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા હુકમ અન્વયે સામાવાળા હરેશભાઇ સોમાભાઇ ઉઘરેજા (રહે. ચુપણી તા હળવદ જી. મોરબી) વાળો ઇંગ્લીશદારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય જેને આજરોજ તા.૩૧/૦૫/૨૦૨૧ના પાસા એકટ તળે ડીટેઇન કરી અમદાવાદ, સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.