Saturday, April 26, 2025

હળવદમાં આ વર્ષે પણ નહી યોજાઇ લોકમેળા..!!

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ભવિષ જોષી – હળવદ)

હળવદ: હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અને શ્રાવણ મહિનો એટલે તહેવારોનું પર્વ શ્રાવણ માસમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા મુજબ ઘણા બધા તહેવારો આવતા હોય છે. ત્યારે શ્રાવણ માસમાં રક્ષાબંધન સાતમ આઠમ પતેતી જેવા અનેક ધાર્મિક તહેવારો આપણા ભારતમાં ઉજવાય છે. ત્યારે શ્રાવણ માસમાં આપણી ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતું પર્વ એટલે લોકમેળા શ્રાવણ માસમાં અલગ અલગ જગ્યાએ લોકમેળા યોજાય છે.

ત્યારે હળવદમાં રક્ષાબંધન, સાતમ, આઠમ, નોમ, દસમ, અમાસ અને દસમાના વ્રતના ૧૦ દિવસ લોકમેળો યોજાય છે. અને હળવદ ના લોકો આ તહેવારનો મન મૂકી ને આનંદ માણે છે. હળવદથી બહાર રહેતા હળવદના રહેવાસીઓ પણ સાતમ આઠમના તહેવારમાં પોતાના માદરે વતન હળવદ આવે છે અને રજાનો આનંદ માણે છે. પરંતુ હાલ આ મેળાઓને છેલ્લા ૨ વર્ષથી કોરાનાનું ગ્રહણ લાગી ગયું છે. અને સરકાર દ્વારા ગાઈડ લાઈનને ધ્યાન માં રાખી ૪૦૦ ની સંખ્યા માં મેળાઓ યોજવાએ કોઈ જ પ્રકારે શક્ય નથી કેમ કે હળવદની વસ્તીને ધ્યાનમાં રાખી આ ગાઈડ લાઇનનું પાલન કરવું શક્ય ના હોય આથી આ વર્ષે હળવદ નગરપાલિકામાં એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ રમેશભાઇ પારેજીયા,તમામ પાલિકાના સદસ્યો દ્વારા સર્વાનુમતે લોક મેળાઓ નહી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય મેળાના માણીગરોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. અને નાના બાળકોને તો જાણે ૨ વર્ષથી જાણે પીંજરામાં પુરાવું અને પોતાના શોખને મારી નાખવા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બાળક જાણે ખુદ રમકડું બનીને ઘરમાં બેઠું હોય એવી પરિસ્થિતિનું સર્જન થાય છે. આથી નાના મોટા વેપારીઓના રોજગાર ધંધાને પણ નુકશાન થઈ રહ્યું છે. ત્યારે જોવુંએ રહ્યું કે, આ સ્થિતિ ક્યાં સુધી રહેશે. અને ક્યારે લોકો પોતાના વેપાર ધંધાને મજબુત બનાવી શકશે. અને આપણો દેશ આપણું વતન ક્યારે આ કોરોનાના ગ્રહણથી મુક્ત થશે. પક્ષીઓના મધુર કલરવ નાના બાળકોની કિલકારીઓથી ક્યારે ગુંજસે…

Related Articles

Total Website visit

1,502,433

TRENDING NOW