(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)
અંદાજે 50થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા તમામનું ટોપી અને ખેશ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું
હળવદ ગામમાં આમ આદમી પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં જન સંવેદના મૂલાકાત કાર્યક્રમ યોજાયો હતો. આ જન સંવેદના કાર્યક્રમમાં અંદાજે 50થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા તમામનું ટોપી અને ખેશ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આમ આદમી પાર્ટીના પાર્ટી ગુજરાત પ્રદેશના ગોપાલ ઇટાલીયા, પ્રવીણભાઈ રામ, મનોજ સોરઠીયા, અજિત લોખીલ તેમજ અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ આગેવાનોની ઉપસ્થિતિમાં જન સંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગામના સ્થાનિક રહીશો, ખેડૂતો અને આગેવાનો સાથે ખેડૂતોના, મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના આ જન સંવેદના કાર્યક્રમમાં અંદાજે 50થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા તમામનું ટોપી અને ખેશ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ. આમ આદમી પાર્ટીના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.
