હળવદની સરકારી હોસ્પિટલને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ.9.92 લાખનું ટીબીના લેબ રિપોર્ટનું મશીન મળ્યું
ટીબીના દર્દીઓએ હવે રિપોર્ટ કરાવવા જિલ્લામાં મથકે નહીં જવું પડે : ખર્ચ અને ટાઈમ બંને બચશે
હળવદ બ્રેકિંગ,તા-૧૩-શુક્રવાર હળવદ-ધાંગધ્રાના જાગતલ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ગ્રાન્ટમાંથી હળવદ સરકારી હોસ્પિટલને રૂ.9.92 લાખના ખર્ચે Truenat Machin અર્પણ કરવામા આવ્યું છે.આ મશીનથી T.Bના રોગ અન્યવે તમામ લેબ રિપોર્ટની તપાસ હવે હળવદ સરકારી હોસ્પિટલમા થઈ શકશે.
હળવદ શહેરમાં ધાંગધ્રા રોડ પર આવેલ સરકારી હોસ્પિટલ ખાતે આજ રોજ આ મશીનને રોગી કલ્યાણ સમિતિના સભ્યો,ડોકટર તેમજ શહેરના આગેવાનોની ઉપસ્થિતિમા લોકો માટે ખુલ્લું મૂકવામા આવેલ હતું. સાથે જ સરકારી હોસ્પિટલની સુવિધામાં વધારો થાય તે માટે આવનારા સમયમા જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી હળવદ સરકારી હોસ્પિટલને (૧) ડેન્ટલ એક્ષ્રે મશીન (૨) લેબર ટેબલ (૩) ઓપરેશન ટેબલ (૪) નસબંધીના લાઈટ સોર્શ (૫) સોનોગ્રાફી મશીન (૬) થ્રી ફેજ જનરેટર પણ મળનાર છે.જેથી હળવદ શહેર તથા તાલુકાના લોકોને વધુ સુગમતા તેમજ સારવાર મળશે.