હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં તથા હળવદ વિશ્વાપાર્ક સોસાયટીમાં છ મહિના પહેલા બે ઘરફોડ ચોરીના બનાવ અંગે ગુનો રજીસ્ટર થયેલ જેથી હળવદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વોચમાં રહી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીને શોધી કાઢવા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમી આધારે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપી શનીભાઇ ગણેશભાઈ રાઠોડ તથા પ્રવિણભાઇ ઉર્ફે સુખો રમેશભાઇ ઉર્ફે વિક્રમભાઇ રાઠોડ રહે. બંને હળવદ માળીયા રોડ, હળવદ બાઇપાસ ઇન્ડિયન પેટ્રોલ પંપની પાછળ પડતર જમીનના છાપરામાં હળવદવાળાને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી મુદામાલ રીકવર કરેલ છે.