Wednesday, April 23, 2025

હળવદના માનસર ગામે બે રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી

Advertisement
Advertisement
Advertisement

હળવદના માનસર ગામે બે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદના માનસર ગામે રહેતા અને ખેતી કામ કરતાં નરેન્દ્રભાઈ ગટુરભાઈ બાવળીયા જાતે કોળી (ઉ.વ.૨૪) ના બંધ મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમો ત્રાટક્યા હતા. અને તેના મકાન તેમજ અન્ય એક મકાનને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપી ફરીયાદીના મકાનના રૂમમાં રાખેલ કબાટનો દરવાજો ચાવીથી ખોલી તેમા રાખેલ સોનાના અલગ અલગ દાગીના વજન આશરે ૭ થી ૮ તોલા (કિં.રૂ.૧,૩૦,૦૦૦) તથા ચાંદીના દાગીના અલગ અલગ વજન આશરે ૩૦૦ ગ્રામ રૂ.૧૦,૦૦૦/- તથા સાહેદ વાઘજીભાઈ શીવાભાઈ કોળીના મકાનના રૂમની પાછળની બારી તોડી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ કબાડના લોક તોડી અંદરથી ચાંદીના અલગ અલગ દાગીના વજન આશરે ૫૦૦ ગ્રામ (કિં.રૂ.૧૫,૦૦૦) તથા રોકડ રૂપીયા ૪૦,૦૦૦ એમ કુલ મળીને ૧,૯૫,૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયા હતા. આ બનાવને પગલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,227

TRENDING NOW