Wednesday, April 23, 2025

હળવદના ધનાળાના પાટીયા નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ઇજા

Advertisement
Advertisement
Advertisement

હળવદના ધનાળાના પાટીયા નજીક કાર ચાલકે બાઇક ચાલક આધેડને હડફેટે લેતા ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે કાર ચાલક વિરૂધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદના ધનાળા પાટીયાથી ઇશ્વરનગર તરફ જતી કેનાલ રોડ ઉપર નુરમોહમદ ઉર્ફે નુરાભાઇ ઓઘડભાઇ મુલતાની પોતાનું બજાજ પ્લેટીના નં.GJ36-A-8099 લઇને જતાં હતા. તે વેળાએ એક કાર ચાલકે બેદરકારી પૂર્વક પોતાની કાર ચલાવી બજાજ પ્લેટીના સાથે અથડાવ્યું હતું. જેથી નુરાભાઇને હાથમાં અને ગળાના ભાગમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી નાશી છુટ્યો હતો. આ બનાવ અંગે નુરા મુલતાનીએ કાર ચાલક વિરૂધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW