હળવદ તાલુકાના ઢવાણા ગામે આવેલ જમીન એક શખ્શે ગેરકાયદેસર કબ્જો જમાવી લેતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સરંભડા ગામના રહેવાસી જયંતીભાઈ ધરમશીભાઈ બાવળિયા (ઉ.વ.૪૨)એ આરોપી સવજીભાઇ ત્રિકુભાઇ કોળી (રહે.ઢવાણા તા.હળવદ) સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી સવજીએ જયંતીભાઈની માલિકીની સર્વે નંબર ૪૫૬ પૈકી ૧ તથા ૪૫૬ પૈકી 2 વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરી જમીન પર તા. ૦૧-૦૧-૨૦૦૩ થી તા. ૦૨-૦૪-૨૦૨૧ સુધી ગેરકાયદેસર કબજો રાખી જમીન પચાવી પાડ્યાની ફરીયાદ નોંધાવી છે. હળવદ પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૩,૪ (૧)(૩), ૫ (ગ) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.