હળવદના ડુંગરપુર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા,છ નાસી ગયા
જુગાર રમવાની સીઝન આવી રહી છે. ત્યારે ઠેર ઠેર જુગાર રમતા પત્તાપ્રેમીઓ ઝડપાયા હોય છે. ત્યારે હળવદ તાલુકાના ડુંગરપૂર ગામે જુગાર રમતા પત્તાપ્રેમીઓની બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા ૯ પત્તાપ્રેમીઓ મળી આવતા હતા. જેમાં થી ૩ ઝડપાયા છે અને ૬ નાશી છૂટયા છે. ત્યારે પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસને બાતમી મળેલ કે તાલુકાના ડુંગરપુર ગામે આવેલ મંદિર સામેના ચોગાનમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીને આધારે રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગયી હતી. ત્યારે પોલીસે મનસુખભાઇ શીવાભાઇ સારલા ઉવ.૩૦ હાલ રહે. ડુંગરપુર ગામ મુળરહે-સરતાનપર તા.જી-મોરબી, રણજીતભાઇ હેમુભાઇ ફીસડીયા ઉવ.૨૨ રહે. ડુંગરપુર ગામ, શાંતીલાલ મગાભાઇ મારૂણીયા ઉવ.૪૨ રહે. ડુંગરપુર ગામવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા તેમની પાસેથી કુલ રોકડા રૂ.૮,૧૦૦/-કબ્જે કર્યા હતા. બીજીબાજુ પોલીસના દરોડા દરમિયાન આરોપીઓ રણજીતભાઇ ડાયાભાઇ વિઠલાપરા, કાળુભાઇ હેમુભાઇ ફીસડીયા, વિક્રમભાઇ ગણેશભાઇ મારૂણીયા, રમેશભાઇ પ્રભુભાઇ વિઠલાપરા, મસાભાઇ ભાવુભાઇ આકરીયા અનિલ ગોરધનભાઇ મારૂણીયા તમામરહે-ડુંગરપુર નાસી ભાગી ગયા હતા, જેથી તમામને ફરાર દર્શાવી કુલ પકડાયેલ ત્રણ તથા ભાગી છૂટેલા છ સહિત નવ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.