હળવદ તાલુકાના ચરાડવા ગામે ડીજીટલ સેવા સેતુ હેઠળ વી.સી.એ ઓપરેટર દ્વારા આવકના દાખલા જેવા કામ માટે વધુ પડતી રકમ લેવામાં આવતી હોવાની ફરિયાદ સાથે હળવદ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
હળવદના ચરાડવા ગામના રહેવાસી મોરી ચંદુલાલ દ્વારા ટીડીઓ અને તલાટી મંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે, ચરાડવા ગામા વી.સી.એ ઓપરેટર દ્વારા આવકના દાખલા કઢાવવા માટે ૧૦૦ થી ૧૫૦ રૂપિયા પડાવવામાં આવે છે. તેમજ ઓપરેટર ચરાડવા ગ્રામ પંચાયતમાં હાજરના રહેતા પોતાની પર્સનલ દુકાને પોતાની મરજીથી સેવા આપે છે. જેથી ગામ લોકોને હેરાનગતિ થાય છે જેથી લોકોને ધક્કા થાય છે જેથી આવી લૂટ રોકવામાં આવે તેવી માંગ કરી છે.