હળવદ તાલુકાના ચરાડવા ગામની પ્રાથમિક શાળાની ઓફિસમાંથી એક ટીવી, એલસીડી, કોમ્પ્યુટર અને સ્ટીપર સહિત 22 હજારના માલ મત્તાની ચોરી કરી લઈ ગયા હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મુળી તાલુકાના વેલાડા ગામે રહેતા ભાગ્યેશકુમાર દિનકરરાય જોશીએ કોઇ અજાણ્યો ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧/૦૫ના રોજ ચરાડવા ગામે આવેલ શ્રી કે.ટી.મીલ પ્રાથમિક શાળાની ઓફીસમાંથી ઓફીસનુ તાડુ તોડી ઓફીસમા પ્રવેશ કરી ઓફીસમા રહેલ એલ.ઇ.ડી. (૫૬ ઇંચ)નુ જેની કિ.રૂ. ૧૭૦૦૦ ગણી શકાય તે તેમજ એલ.સી.ડી.(કમ્પ્યુટર) જેની (કિ.રૂ. ૧૫૦૦) ગણી શકાય તે અને સ્પીકર નંગ-૨ જેની (કિ.રૂ. ૨૦૦૦) ગણી શકાય તે તથા વાઇ-ફાઇ જેની (કિ.રૂ. ૧૫૦૦) ગણી શકાય તે.જે તમામ વસ્તુઓની કુલ કિ.રૂ. ૨૨૦૦૦ની મતાની ચોરી કરીને લય ગયા હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.