Wednesday, April 23, 2025

હળવદના ચરડવાની સ્કૂલ અને મોબાઈલ દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: 2 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

હળવદના ચરડવાની સ્કૂલ તેમજ હળવદમાં મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ટીવી, સ્પીકર તેમજ મોબાઇલ ફોન ન.19 (કિ.રૂ. 1,63,700) મળી કુલ કિ.રૂ. 1,82,700 ના મુદામાલ સાથે બે આરોપીઓને એલસીબી ટીમે ઝડપી લીધા છે.

મળતી માહિતી મુજબ એલસીબીને મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓને શોધી કાઢવા સુચના થય હતી જેથી કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ASI સંજયભાઇ પટેલ, HC ચંદુભાઇ કાણોતરા, PC. દશરથસિંહ પરમારને મળેલ બાતમી આધારે હળવદ, મોરબી ચોકડીથી હળવદ ભવાનીનગર લાંબીદેરી વિસ્તારમાં રહેતા ગગજી જીવરાજ લક્ષ્મણભાઇ કુંઢીયા અને મહેશ ઉર્ફે મુકેશ ધનજીભાઇ વાજેલીયા નામના ઇસમે ચરાડવા, કે.ટી.મીલની સ્કૂલની ઓફીસના તાળા તોડી ટીવી, સ્પીકર, મોનીટરની તથા હળવદ ટાઉન માંથી મોબાઇલ ફોનની દુકાન તોડી મોબાઇલ ફોનની ચોરી કરેલ હોય જે ટીવી તથા મોબાઇલ ફોન અમુક ઇસમો મોરબી બાજુ વેચવા કે સગેવગે કરવા માટે જનાર છે.

તેવી ચોક્કસ બાતમી મળતા બન્ને ઇસમોને ટીવી, સ્પીકર, મોબાઇલ ફોન સાથે મળી આવતા જેઓને રોકી તેઓની જરૂરી પુછપરછ કરી તેઓએ તથા તેમના સાથીદારોએ મળી ચરાડવા કે.ટી.મીલની સ્કૂલ તથા હળવદ ગીની ગેસ્ટ હાઉસ સામે આવેલ મોબાઇલ ફોનની દુકાન તોડી મોબાઇલ ફોન, ટીવી, મોનીટર, સ્પીકરની ચોરી કરેલની કબુલાત આપતા બન્ને ઇસમ પાસેથી ટીવી, સ્પીકર, કિ.રૂ.19,000 તથા અલગ અલગ કંપનીના નવા મોબાઇલ ફોન નંગ.19 (કિ.રૂ.1,63,700) મળી કુલ કિ.રૂ 1,82,700 ના મુદ્દામાલ સાથે પકડી બન્ને ઇસમને ઝડપી લીધા છે. જ્યારે આ ચોરીમાં મહેશ રાજુભાઇ ડઢાણીયા (રહે. ભવાનીનગર લાંબીદેરી તા. હળવદ)નું નામ ખુલતા તેને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

ચોરીના ગુનામાં ઝડપાયેલ બન્ને આરોપીઓ ભંગાર વીણવાનું કામ કરતા હોય જેથી, મોકો મળ્યે બંધ સ્કૂલ, દુકાનના તાળા શટર તોડી ઇલેકટ્રોનીક વસ્તુ, મોબાઇલફોન, તથા વાડી વિસ્તાર માંથી ભંગાર તથા કેબલ વાયર ચોરી કરવાની ટેવ વાળા છે. ત્યારે એલસીબી ટીમે બન્ને ઈસમને પકડી પાડવામાં સફળતા મેળવી છે.

આ કામગીરીમાં એલસીબી પી.આઇ. વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા, ચંદુભાઇ કાણોતરા, સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, શક્તિસિંહ ઝાલા, જયવંતસિંહ ગોહીલ, ચંન્દ્રકાંતભાઇ વામજા,જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, ફુલીબેન તરાર, એએસઆઈ સંજયભાઇ પટેલ, રજનીકાંત કેલા, કૌશીકભાઇ મારવણીયા, PC ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા, નિરવભાઇ મકવાણા નિર્મળસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, બ્રીજેશભાઇ કાસુન્દ્રા, વિક્રમભાઇ કુગશીયા, સતીષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા વિગેરે જોડાયેલ હતા.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW