હળવદના ટાઉન ગોરીદરવાજા નજીકથી જુગાર રમતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે રેડ કરી જુગાર રમતા 3 પત્તાપ્રેમીને ઝડપી લીધા છે.
હળવદના ગોરી દરવાજા પાસે રામદેવપીર વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે હળવદ પોલીસના પો.હેડ.કોન્સ બી.એમ.આલ અને પોલીસે ટીમે દરોડો કર્યો હતો. અને ગોરી દરવાજા પાસે રામદેવપીરની વાડીની બાજુમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા નવઘણ મફાભાઈ હળવદીયા, સાજીદ મોહબતખાન સિપાઈ અને હરેશ રમેશભાઈ ડાભી (રહે. ત્રણેય હળવદ ગોરી દરવાજા પાસે હળવદ) વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ.11,300 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.