હળવદના કેદારીયા ગામે નદીના કોઝવે પાસે ખરાબાની જગ્યામાં ઈંગ્લીશ દારૂની ૪૦ બોટલ પોલીસે જપ્ત કરેલ છે. આરોપી સ્થળ પરથી નાશી છુટતા હળવદ પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન રેઇડ કરતાં હળવદનાં કેદારીયા ગામે નદીના કોઝવે પાસે ખરાબાની જગ્યામાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૦ (કીં.રૂ.૧૨૦૦૦) નાં મુદામાલ પોલીસે જપ્ત કરેલ છે. આરોપી ચેતનભાઈ ભરતભાઈ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.