હળવદના કડીયાણા ગામ નજીક પોલીસ કોન્સ્ટેબલની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી ચાર શખ્સોએ પોલીસ પર હુમલો કરી મુંઢમાર કર્યો હોવાની હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ઉપેન્દ્ર સિંહ જયેન્દ્રસિંહ પરમાર (નોકરી. અનારામ પોલીસ કોન્સ્ટેબલ. હળવદ પોલીસ સ્ટેશન) એ આરોપી મુન્નાભાઈ હમીરભાઇ ભરવાડ, હમીરભાઇ કમાભાઈ ભરવાડ, પરેશ હમીરભાઇ ભરવાડ, કેશુભાઈ કાનાભાઈ કોળી (રહે. બધાં કડીયાણા) વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, ગઈકાલના રોજ હળવદના કડીયાણા ગામ નજીક પાંડાતીરથ રોડ પર ફરીયાદી તથા તેના સાહેદ બંને પોતાની કાયદેસરની ફરજ બજાવતા હોય ત્યારે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી ગાળો આપી આરોપી મુન્નાભાઈએ ફરીયાદીનેં લકડી વતી માર મારી તથા આરોપી હમીરભાઇ ભરવાડ, પરેશ ભરવાડ, કેશુભાઈએ છુટા પથ્થરોના ઘા કરી તેમજ ચારેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને પાડી દઈ ફરીયાદી તથા સાહેદ ઉપર ચડી જઈ ઢીકાપાટુનો મુંઢમાર કરી ઈજા પહોંચાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.