હળવદ તાલુકાના ઈશનપુર ગામે રહેતા દિનેશભાઇ ડાયાભાઇ પરમાર (ઉ.વ.૩૩) એ આરોપી કિશનભાઇ ગઢવી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી કિશન ગઢવી મો.નં. ૭૨૭૭૭૭૩૩૯૭ વાળાએ નાગરભાઈનાં રૂપિયા બાબતે ટેલીફોન થી વાતચીત કરી ઉઘરણી કરી ગાળો આપી ફરીયાદી તથા સાહેદનાં ટાટીયાં ભાંગી માર મારવાની તથા ફરીયાદીનાં જાનનાં જોખમની વાત કરી ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.