Thursday, April 24, 2025

હળવદનાં ચડાધ્રા ગામે ચારઈસમોએ ખનીજ અધિકારીની ફરજમા રુકાવટ કરી જાનથી મારી નાંખવાની ધમકી

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ચડાધ્રા ગામે ખનીજ અધિકારીની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી રેતમાફીયાઓએ ખનીજ અધિકારીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા હોવાની ચાર ડંમ્ફર ચાલક વિરુદ્ધ ફરીયાદ હળવદ પોલીસ મથકે નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઋષભનગરના રહેવાસી અંકુરભાઈ જગદીશભાઈ ભાદરકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પાસે બિનઅધિકૃત ખનીજ વહન કરવા બદલ ગુજરાત ખનીજ પ્રિવેનશન ઓફ ઈલીગ્લ માઈનીંગ ટ્રાન્સપોર્ટશન એન્ડ સ્ટોરેજ નિયમભંગ બદલ વાહન સીઝ મુક્ત કરવાની કમ્પાઉન્ડ ફીની રકમ પ્રતિ એક ખાલી ડમ્પરના રૂ. ૧ લાખ લેખે ગણતરી કરતા કુલ ૨ ડમ્પરના રૂ. ૨ લાખ વસુલવા પાત્ર થાય છે. કોઈપણ પ્રકારનું ખનીજ વગર મંજુરીએ ખનન કરતા હોય તેમજ આરોપીઓએ સરકારી કર્મચારી ફરિયાદી અંકુરભાઈની ફરજમાં રૂકાવટ કરીને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી ભરતભાઈ મેર (રહે રાજકોટ), ડમ્પર નં- GJ-25-U-7728ના ડ્રાઈવર મુકેશભાઈ નરભૂભાઈ વાખડા (રહે ગૌરીદળ રાજકોટ), ડમ્પર નં- GJ-25-U-9001 ના ડ્રાઈવર રાજુભાઈ મંગેલીયા (રહે ગૌરીદળ રાજકોટ) અને એક અજાણ્યો ઇસમ એમ ચાર ઇસમ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW