મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સંકલનની બેઠક જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની અધ્યક્ષમાં યોજાઈ.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઓડેદરાએ સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનીટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સંકલન અંગે થયેલી બન્ને વિભાગોની કામગીરીની વિગતો મેળવી સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયાએ સંકલન બેઠકનું મહત્વ વિશે અને જિલ્લા સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ શેરશીયાએ જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ અને ગુજરાત રૂલ્સ-૨૦૧૯ સંબધિત કાયદાકીય જોગવાઈની માહિતી આપી હતી જ્યારે લીગલ કમ પ્રોબેશન ઓફિસર રોશનીબેન પટેલે સોશ્યલ બેક ગ્રાઉન્ડ રિપોર્ટ વિશે જાણકારી આપી હતી.
આ બેઠકમાં ડી.વાય.એસ.પી. અને નોડલ ઓફીસર એમ.આઈ. પઠાણ, જિલ્લાના તમામ તાલુકા ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરો, મિસિંગ સેલનો સ્ટાફ, બાળ સુરક્ષા એકમના અધિકારીઓ, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ મોરબીના સભ્ય ચાઈલ્ડ વેલફેર કમિટિના ચેરમેન તથા સભ્યો અને ચાઈલ્ડ લાઈનના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.