સોરઠીયા લુહાર મોરબી દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી

તા.૧૪-૨-૨૨ સોમવારના રોજ ભગવાન શ્રીવિશ્વકર્મા દાદાની જયંતીના શુભ દીને મોરબીના સમસ્ત શ્રીસોરઠીયા લુહાર સમાજ દ્વારા મહા આરતી, મહા સત્સંગ તથા સમૂહ પ્રસાદનું આયોજન કરી વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરી. મહિલા મંડળે પ્રભુ ભક્તિ માટે સત્સંગ કર્યો, ત્યારબાદ સૌ જ્ઞાતિજનોએ સાથે મળીને દાદાની મહાઆરતી કરી અને અંતે સૌએ સાથે મળીને મહાપ્રસાદનું આયોજન કરીને વિશ્વકર્મા જયંતીની ભક્તિભાવથી ઉજવણી કરી.

સોરઠીયા લુહાર મોરબીના ટ્રસ્ટીશ્રીઓ હરેશભાઇ પીઠવા, અતુલભાઈ મકવાણા, રાજેન્દ્રભાઇ સિદ્ધપુરા, મુકેશભાઈ પીઠવા, જગદીશભાઈ પરમાર, વિનોદભાઈ વારા, ભરતભાઇ પીઠવા તથા યુવક મંડળ અને મહિલા મંડળે સેવા આપી આ ભગીરથ કાર્ય પરિપૂર્ણ કર્યું.
