ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે યુવા પેઢી જાગૃત થઈ ચિંતન મનન અને આચરણના પથ પર આગળ વધે તેવા ઉદ્દેશ્યથી ગુજરાતના મુખ્યમંત્રીના વરદ હસ્તે ‘ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા-2025’નો શુભારંભ કરવામાં આવ્યો. શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને ‘સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન’ તથા શ્રી એચ. એન. દોશી આર્ટસ એન્ડ આર એન. દોશી કોમર્સ કોલેજ વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા, કોલેજ GSVS કોર્ડીંનેટર ડૉ. મયૂર એસ. જાની, ડૉ. જીગર નૈયા ,ભાવિન જોબનપુત્રા તથા જય ખોરજા દ્વારા કરવામાં આવેલ હતું. તેમાં નિર્ણાયક તરીકે ડૉ. મયૂર જાની, ડૉ. અર્ચના પરમાર તથા ડૉ. જિગર નૈયા ઉપસ્થિત રહ્યા હતા. આ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે મકવાણા વિરલ, દ્વિતીય ક્રમે પરાશરા શબા અને તૃતીય ક્રમે માથકીયા ફરહાના રહ્યા હતા. તમામ વિજેતાઓને ટ્રસ્ટીગણ અને સ્ટાફગણે અભિનંદન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. મયૂર જાની દ્વારા કરવામાં આવ્યું હતું..